રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ. ૪૮.૭૨ લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટર મિહિર પટેલ

પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ. ૪૮.૭૨ લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટર મિહિર પટેલ

બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જિલ્લા પોલીસ દ્વારા કતલખાને જતા પશુઓને આશ્રય,ખોરાક અને સારવાર અપાય છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવતા હોય છે. આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ-વ-જિલ્લા કલેકટર મિહિર પટેલ અને ઉપપ્રમુખ -વ-પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫ માટે શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓના નિભાવ માટે કુલ ૪૮,૭૨,૧૫૦/- રૂ.નો ચેક સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને અર્પણ કરાયો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓ અને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ,ડીસા ખાતે મોકલવામાં આવેલ હતા તે પશુઓના નિભાવ હેતુ આ ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. આ પાંજરાપોળ ખાતે લઇ જવાતા પશુઓને આશ્રય, ખોરાક, અને સારવાર આપી એક ઉતમ જીવ દયાનું કામ કર્યું છે. આ સાથે આ સોસાયટી દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણના જુદા જુદા કાર્યક્રમો અધ્યક્ષ-વ-કલેકટર બનાસકાંઠા મિહિર પટેલ, ડૉ.એમ.એ.ગામી (નાયબ પશુપાલન નિયામક, જિલ્લાપંચાયત, બનાસકાંઠા), ડૉ.આનદ આર.મનવર (પશુ ચિકિત્સા અધિકારી SPCA) અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની ટીમ દ્વારા કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર