દુકાનદારો 100 ટકા ઇકેવાયસીની માંગને લઈ હડતાળ પર; કેવાયસીની સો ટકા પૂર્ણ થાય તેવી માગ સહિત વિવિધ મુદે ઊંઝા તાલુકાની 58 અને મહેસાણા જિલ્લાની 672 મળી રાજ્યભરની 17 હજાર રેશનિંગની દુકાનોના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે જેને લઈ વિતરણ વ્યવસ્થા હાલ પૂરતી ઠપ થઈ છે જેની અસર ઊંઝા શહેર સહિત તાલુકાની રેશનિંગની દુકાનો પર પડી છે હાલમાં દુકાનો બંધ જોવા મળી છે. ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતગર્ત દર માસે એનએફએસએ અને બીપીએલ તેમજ અંત્યોદય કાર્ડ ધારકોને દર માસે નિર્ધારિત આવશ્યક ચીજ વસ્તુઓ રેશન શોપ ડીલરો મારફતે કરવામાં આવે છે. જોકે વર્તમાન ઇકેવાયસીની કામગીરી ચાલી રહી હોવા છતાં અગમ્ય કારણોસર જેની કેવાયસી થઈ નથી તેવા સભ્યોને મળવા પાત્ર અનાજનો જથ્થો તત્કાલિક બંધ કરી દેવામાં આવતા ગ્રાહકોનો ઉશ્કેરાટ ડીલરો પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જેને લઈને રેશનિંગની દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. આજે પણ દુકાનો બંધ જોવા મળી હતી. તેઓની વિવિધ માંગ છેકે કેવાયસી 100 ટકા પૂર્ણ થયા પછી એનું વાસ્તવિક અમલીકરણ કરવામાં આવે, દર માસે વિતરણમાં ઘટ થાય છે તે ઑનલાઇન મળવી જોઈએ. પ્રતિ ક્વિન્ટલ 300 કમિશન મળવું જોઈએ સહિતની માગણીઓ કરાઇ છે. આ અંગે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના મહામંત્રી અને મહેસાણા જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ શાહે જણાવ્યું હતું કે સરકારે ઈકેવાયસી ને લઈ રેશનકાર્ડ ધારકોનો જથ્થો કાપ્યો છે તેમજ દુકાનદારોના કમિશનમાં ઘટાડો કર્યો છે. જેથી કેવાયસીનું કામ 100 ટકા પૂર્ણ થાય તે બાદ હડતાળ સમેટીશુ. અનાજનો જથ્થો કપાતા કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થાય છે.
મહેસાણા4 જૂન, 2025
ઊંઝા તાલુકાની 58 રેશનિંગ દુકાન સહિત સમગ્ર રાજ્યની 17 હજાર દુકાનોમાં વિતરણ વ્યવસ્થા બંધ

ટેગ્સ:#Ration card holders#KYC process#Mehsana District#government regulations#supply chain disruption#Unjha Taluka#Customer Complaints#Protest Actions#Food Grain Distribution#Ration Shop Strike#eKYC Implementation#Public Distribution System#Shopkeepers' Demands#NFSA Beneficiaries#BPL Card Holders#Gujarat Fair Price Shop Association#Commission Issues#Essential Items Distribution
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
1 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
4 દિવસ પહેલા
