મહેસાણા શહેરમાં એક અજીબોગરીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લાખવડી ભાગળ નજીક કુક્સ રોડ પર ખારી નદીના કિનારેથી એક અજાણ્યા માનવનું કપાયેલું અંગ એટલે કે કપાયેલી હાલતમાં પગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પગ કોઈ વૃદ્ધ વ્યક્તિનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મહેસાણા શહેર એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કપાયેલી હાલતમાં પગ મળતા અનેક સવાલો હાલમાં આ કપાયેલા પગને લઈ અનેક રહસ્યમય સવાલો ઊભા કરે છે. આ માનવ અંગ અહીં કેવી રીતે આવ્યું? તે કોઈ ગુનાહિત કૃત્યનો ભાગ છે કે અન્ય કોઈ ઘટના? આ પગ કઈ વ્યક્તિનો છે? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહેસાણામાં અજાણ્યા માનવનું કપાયેલું અંગ મળતા ચકચાર

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
21 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
