રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા25 એપ્રિલ, 2026| Super Admin

સીમાંકનનો પેચ ફસાયો : મહેસાણામાં મનપા વિવાદ વકર્યો, દેલા ગામના ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ

સીમાંકનનો પેચ ફસાયો : મહેસાણામાં મનપા વિવાદ વકર્યો, દેલા ગામના ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ

ઢોલ નગારા સાથે મતદાન બહિષ્કારનો સ્પષ્ટ સંદેશ

મહેસાણા મનપાના સીમાંકન અને વિકાસના નક્શાને લઈ વિવાદ અટકવાની જગ્યાએ વધતો જઈ રહ્યો છે. ત્યારે મનપાના અણઘડ વહીવટના કારણે એસી ઓફિસોમાં બેસીને નકશા ચીતર્યા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ત્યારે મનપાની નવી ટીપી સ્કીમ હેઠળ આવરી લેવામાં આવેલા ગામોમાં ખેડૂતોને જમીન ખોવાનો ભય સતાવી રહ્યો છે. જેના વિરોધમાં મહેસાણા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરતા બેનર લગાવી ઢોલ નગારા સાથે રેલી યોજી દેલા ગ્રામજનોએ પોતાના નિર્ણય પર અડગ હૉવાનો અને મતદાનનો બહિષ્કાર કરવાનો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે.

મનપાની નવી ટીપી સ્કીમમાં બનાવેલા નકશામાં શહેરને અડીને આવરી લેવામાં આવેલા દેલા ગામના ગ્રામજનોએ મનપાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતા બેનર લગાવ્યા હતા. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ રાજકીય પક્ષ કે તેના નેતાઓને અમારા ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવો. જેની પાછળનું મુખ્ય કારણ મનપા દ્વારા નવા સૂચિત રિંગ રોડ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો એકમાત્ર ભય છે. જેમાં 50 ટકા જેટલી જમીન કપાત થાય તો કંઈ બાકી નહીં રહે. આ બાબતે તમામ ગ્રામજનોએ એકસુરમાં જણાવ્યું હતું કે દેલા ગામને મનપા માંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવામાં નહીં આવે.

મહેસાણા મનપાના વિવાદનો મામલો હજી સુધી શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં મનપામાં વોર્ડ નંબર 4 માં સમાવિષ્ટ દેલા ગામ ચૂંટણી ટાણે હજુ પણ મતદાન કરવા તૈયાર નથી. ગ્રામજનોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી મતદાન બહિષ્કાર ઉપર અડગ હોવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અન્ય ગ્રામ્ય વિસ્તારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પાછી ખેંચી લીધી હતી પરંતુ દેલા ગામના ગ્રામજનો હજુ પણ પોતાના નિર્ણય પર અડગ રહી જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારા ગામને મનપમાંથી દૂર નહીં કરાય ત્યાં સુધી દરેક ચૂંટણીમાં મતદાન નહીં કરીએ.

સંબંધિત સમાચાર