રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો

ડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો

ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ બંસી કાઠીયાવાડી હોટલ આગળથી હિટાચી મશીનનું કામ આપવાના બહાને એક ઈસમનું અપહરણ કરી, ગાડીમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર ગુનાનો ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.​   

 મૂળ જોધપુર (રાજસ્થાન) ના વતની મહોબતસીંહ ઉર્ફે મોહનસીંહ રાજપૂતને આરોપીઓએ હિટાચી મશીનનું કામ આપવાની લાલચ આપી સફેદ કલરની નંબર પ્લેટ વગરની ઈકો ગાડીમાં બેસાડ્યા હતા. ત્યારબાદ ગળાના ભાગે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ, રોકડ રકમ તેમજ કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.​ બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની સૂચના અન્વયે, ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પી.આઈ. એમ.બી. કોટવાલ તથા સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

​પોલીસ ટીમે ડીસા શહેરના અલગ-અલગ વિસ્તારોના ૧૦૦ થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની બારીકાઈથી તપાસ કરી ગુનામાં વપરાયેલ ઈકો ગાડી તથા આરોપીઓની ઓળખ મેળવી હતી.પોલીસે અગાઉ પ્રથમ આરોપી મુકેશભાઈ ભવાનજી ઠાકોર (રહે. ડીસા) ને લૂંટાયેલા મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો.બાતમી અને સીસીટીવી આધારે પોલીસે બીજા મુખ્ય આરોપી રોહીતસીંહ કનુભાઈ જાદવ (રહે. સમૌ મોટા, તા. ડીસા) ને પણ ગુનામાં વપરાયેલ નંબર પ્લેટ વગરની ઈકો ગાડી તથા લૂંટાયેલ સોનાની બુટ્ટી (કિંમત રૂ. ૪,૦૦૦/-) સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​ આમ, ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના માધ્યમથી સચોટ તપાસ કરી લૂંટનો અનડીટેક્ટ ગુનો સફળતાપૂર્વક ડીટેક્ટ કર્યો છે.

સંબંધિત સમાચાર