રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ11 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં વીજ કરંટથી મૃત્યુ પામેલા બાળકના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર ચુકવવા કોટૅનો આદેશ

પાટણમાં વીજ કરંટથી મૃત્યુ પામેલા બાળકના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર ચુકવવા કોટૅનો આદેશ
કોર્ટે મંડપ સંચાલકની બેદરકારી ને લીધે બનાવ બન્યો હોવાનું જણાવી આદેશ કર્યો; પાટણમાં વીજ કરંટથી મૃત્યુ પામેલા પ્રજાપતિ બાળકના પરિવારને રૂ. ૧૦ લાખનું વળતર ચુકવવા પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે  ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટે મંડપ ડેકોરેશન ફર્મના સંચાલકની બેદરકારી ના કારણે ૧૦ વર્ષીય બાળકના મૃત્યુ કેસમાં વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વષૅ ૨૦૧૬ મા બનેલી આ ધટના જોઈએ તો પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ જીવનધારા સુકેતુ સોસાયટીમાં લગ્ન પ્રસંગે મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યારે મંડપ ડેકોરેશન દ્રારા લાઇટ ફિટિંગમાં બેદરકારીને કારણે હેલોજન શોર્ટ થયો હતો અને તેનો કરંટ લોખંડના પોલમાં ઉતર્યો હતો જે પોલ નજીક રમતા ૧૦ વર્ષીય પ્રિન્સ પ્રજાપતિનું પોલ ને અડકી જતાં તેને શોટૅ લાગ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. ત્યારે આ બાબત નો કેસ પાટણની જયુડીશીયલ કોટૅ મા ચાલી જતાંજજ એ.એસ.ગોહેલે મંડપ સંચાલકને દોષિત ઠેરવી તેઓને પ્રોબેશન પર છોડવામાં આવ્યા છે.અને કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે જેમાં આરોપીએ એક વર્ષ સુધી સારું વર્તન જાળવવું પડશે. તેમણે કોર્ટની પરવાનગી વિના પોતાનું રહેઠાણ બદલવું નહીં.આરોપીને ૧૫ હજારના જામીન અને જાત મુચરકા પર છોડવામાં આવ્યા છે. સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો સાથે રજૂઆત કરી હતી કે આ રાજ્ય વિરુદ્ધનો ગુનો છે. તેમણે ગુનાની ગંભીરતા અનુસાર વ્યાજબી સજાની માગણી કરી હતી. કોર્ટે મૃતક બાળકના માતા-પિતાને ન્યાય આપતા મંડપ સંચાલક પાસેથી ૧૦ લાખ રૂપિયાનું વળતર અપાવ્યું છે. જો આરોપી શરતોનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર