રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા5 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

મહેસાણામાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગુજરાતમાં સગર્ભા માતા-મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એ માટે સરકાર દ્વારા "માતૃશક્તિ યોજના"હેઠળ સગર્ભા માતાઓને દર મહિને જરૂરી કીટ આપવામાં આવે છે.પરંતુ મહેસાણા જિલ્લામાં સગર્ભા માતા ઓ ને આ કીટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે મહેસાણા કોંગ્રેસ દ્વારા આ યોજના ચાલુ કરી સગર્ભા માતા બહેનોને જરૂરી અને પૂરતી કીટ આપવામાં આવે એ માટે આજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહેસાણા કોંગ્રેસ દ્વારા આજે હાથમાં ચણાના પેકેટ અને તેલ ની બોટલ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કારણ કે મહેસાણા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહેસાણા માં રહેતી સગર્ભા માતા બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે જરૂરિયાત મંદ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર મળે એ માટે"માતૃશક્તિ યોજના હેઠળ"દર મહિને એક કિલો તેલ, એક કિલો તુવેર દાળ,બે કિલો ચણા આપવાની યોજના હોવા છતાં મહેસાણા માં છ એક માસથી સગર્ભા માતા બહેનોને આ લાભ મળતો નથી તેમજ ત્રણ ત્રણ મહિને સગર્ભા મહિલાઓને માત્ર તેલ જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને આવેદનપત્ર આપ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં સગર્ભા માતા મહિલાઓને આવો અન્યાય કેમ થઈ રહ્યો છે. આ યોજનામાં બાળક બે વર્ષ નું થાય ત્યાં સુધી માતાને લાભ આપવામાં આવતો હતો.આવા અન્યાય ને દૂર કરવા માટે મહેસાણા કોંગ્રેસ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી આ યોજના હેઠળ બે દિવસમાં જરૂરિયાત સગર્ભા મહિલાઓ ના હિત માં નિર્ણય નહિ લેવામાં આવે તો કોંગ્રેસ"ગાંધી ચીંધ્યા માર્ગે" આંદોલન કરશે.    

સંબંધિત સમાચાર