5 કેન્દ્રોમાં ધોરણ 10અને 12ના મળી 1860 વિધાર્થીઓ પરીક્ષા આપશે; ઊંઝા શહેરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ઊંઝા જીમ કન્યા વિધાલય ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાયો હતો. જ્યારે જી.એલ પટેલ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ગળ્યું મોઢું કરાવી શુભેરછાઓ પાઠવી હતી. ઊંઝા શહેરમાં આવેલ જીમ કન્યા વિધાલય, શેઠ એમ આર એસ હાઈસ્કુલ, નવજીવન વિધા મંદિર, જી એલ પટેલ હાઈસ્કુલ, કે એલ પટેલ હાઈસ્કુલમાં વિદ્યાથીઓ પરીક્ષા કેન્દ્ર છે. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 44 બ્લોકમાં 1185 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 16 બ્લોકમાં 473 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત શેઠ એમ.આર.એસ હાઈસ્કુલ ખાતે 11 બ્લોકમાં 202 વિદ્યાથીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. ઊંઝા કુલ 5 કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ના મળી 1860 વિદ્યાથીઓ પરીક્ષા આપનાર છે.
ઊંઝામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ; મોઢું કરાવી શુભેરછાઓ પાઠવી

ટેગ્સ:#Unjha#Examination#board exams#Education#High School#Class 10#Examination Centers#Community Support#Student Participation#Class 12#Kumkum Tilak#best wishes
સંબંધિત સમાચાર
મહેસાણાવિજાપુરમાં લોકશક્તિનો પરચો: જુના ફુદેડાના ગ્રામજનોએ દારૂબંધીનું રણશિંગું ફૂંક્યું
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં વહીવટી સર્જરી: નવા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ ચાર્જ સંભાળ્યો
1 દિવસ પહેલા
મહેસાણાવિકાસના દાવા પોકળ: વિસનગરની જનતા લાલઘૂમ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ONGCનું વળતર મેળવવા કૌભાંડ રચનારને મોટો ઝટકો, કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા
2 દિવસ પહેલા
