રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા11 જુલાઈ, 2025| Super Admin

છાપી; વરસાદી પાણીની લાઈનમાં ગંદા પાણીનું કનેક્શન જોડાતા દુર્ગંધ મારતી ગંદગી રોડ ઉપર રેલાઈ

છાપી; વરસાદી પાણીની લાઈનમાં ગંદા પાણીનું કનેક્શન જોડાતા દુર્ગંધ મારતી ગંદગી રોડ ઉપર રેલાઈ
હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના કોન્ટ્રાકટર ની બે કાળજી ના કારણે વેપારીઓ નું સ્વાસ્થ્ય જોખમાયું; છાપી હાઇવે ઉપર તંત્ર ના પાપે રોગચાળાની ભીતિ; વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર હાઇવે ની બન્ને સાઈડ માં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલ માં ગટર લાઈન ના કનેક્શન જોડી દેવાતા દુર્ગધ મારતી ગંદગી રોડ ઉપર ફેલાતા આસપાસ ના દુકાનદારો નું સ્વાસ્થ્ય સામે સવાલ ઉઠ્યા છે. વડગામ તાલુકાના છાપી હાઇવે છેલ્લા અનેક સમય થી વિવાદો નું કેન્દ્ર બન્યું છે. હાઇવે ઉપર એક વર્ષ ઉપરાંત સમય થી સિક્સલેન ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે.જે કામ દરમિયાન ઓવરબ્રિજના કોન્ટ્રાકટર ની દાદાગીરી ને લઈ વેપારી ઓ પરેશાન થઈ ઉઠ્યા છે.કોન્ટ્રાકટર દ્રારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલ નું કામ અધુરૂં છોડી મુકતા આસપાસના દુકાનદારો પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે કેનાલ માં હોટલ સંચાલકો તેમજ ફાસ્ટફૂડ ના વિક્રેતાઓ અને રહેણાંક મકાનો સહિત કત્લખાના વાળાઓ દ્રારા વરસાદી પાણીની કેનાલ માં ગટરના કનેક્શન જોડી દેતા તેમજ આ કેનાલ નું કામ અધૂરું હોઈ આ ગંદગી ફેલાવતા દુર્ગધ મારતા પાણી તેમજ મળ રોડ ઉપર ઉભરાતા વેપારીઓ નું સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે. જ્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળા ની ભીતિ; હાલ માં એક તરફ ચોમાસા ની સિઝન ચાલી રહી છે જ્યારે બીજી તરફ રોડ ઉપર ગટર ના ગંદા પાણી ઉભરાતા હાઇવે સ્થિત વેપારીઓ નું સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા સાથે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર