રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

શિક્ષા એ સુરક્ષા, ટેકનોલોજીથી પરિવર્તનના સંદેશ સાથે માર્ગદર્શન આપ્યું

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. આર. ખત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા ડીસાના ગાયત્રી મંદિર નજીક ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિયાન દરમિયાન વાહન ચાલકોને ટ્રાફીક નિયમોનું પાલન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ડીસા ઉત્તર પોલીસની ટીમે વાહન ચાલકોને ટ્રાફીક સિગ્નલનું પાલન કરવું, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવું, ચાર ચક્રી વાહનમાં સીટ બેલ્ટ બાંધવો, ઓવરસ્પીડથી બચવું અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે સમજણ આપી હતી.

આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઇ.એ. આર. ખત્રીએ જણાવ્યું હતું કે, ટ્રાફીક નિયમોનું પાલન કરવાથી માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે અને પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખી શકાય છે. તેમણે નાગરિકોને સુરક્ષિત વાહન વ્યવહાર માટે જરૂરી નિયમો અને સાવચેતીઓ અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. અભિયાનના અંતે તમારી સુરક્ષા, અમારી જવાબદારીના સંદેશ સાથે ડીસા ઉત્તર પોલીસે તમામ નાગરિકોને ટ્રાફીક નિયમોનું કડક પાલન કરવા અને જવાબદાર નાગરિક તરીકે માર્ગ સુરક્ષામાં સહભાગી બનવાની અપિલ કરી હતી.

સંબંધિત સમાચાર