ચાણસ્મા કોર્ટે ચેક રીટર્ન કેસમાં કોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદ અને રૂ. 16.50 લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો

હુકમના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા, ચાણસ્મા કોર્ટે વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો
ચાણસ્મા કોર્ટે ચેક રીટર્ન કેસમાં બ્રાહ્મણવાડાનાકોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદ અને રૂ.16.50 લાખનું વળતર ચુકવવા આદેશ આપ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. આ કેશની પ્રાપ્ત માહિતી અનુસાર,ચાણસ્માના સાંઈ બિલ્ડીંગ મટીરીયલ
ના વ્યવસાયી પટેલ ભરતકુમાર માધુભાઈ પાસેથી બ્રાહ્મણવાડા ગામના કોન્ટ્રાક્ટર ચૌધરી હરેશકુમાર પૃથ્વીરાજભાઈએ 3 જૂન, 2025ના રોજ કોન્ટ્રાક્ટના ધંધા માટે રૂ. 15 લાખની રકમ હાથ ઉછીની દોઢ માસ માટે લીધી હતી. ભરતભાઈએ રોકડા અને RTGS દ્વારા કુલ 15 લાખ રૂપિયા હરેશકુમારને આપ્યા હતા. નિર્ધારિત સમય પૂરો થતાં, ભરતભાઈએ ઉઘરાણી કરતા હરેશકુમારે રૂ.15 લાખના લેણા પેટે મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.,ચાણસ્મા શાખાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક તેમના બેંક ખાતામાં ક્લિયરિંગ માટે રજૂ કરતા, અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યો હતો.ચેક રીટર્ન થતા ફરિયાદી પટેલ ભરતભાઈ માધુ
ભાઈએ તેમના વકીલ મારફતે આરોપીને ડિમાન્ડ નોટિસ મોકલી હતી. આરોપીએ રૂ.15 લાખ પરત ન કરતા ફરિયાદીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ ચાણસ્મા કોર્ટમાં ચાલતા અને ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા,જજમેન્ટો અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી કોન્ટ્રાક્ટર ચૌધરી હરેશકુમાર પૃથ્વીરાજને એક વર્ષની સાદી કેદની સજા આ ઉપરાંત ચેકની રકમ રૂ. 15 લાખ અને 10% વધારાનું વળતર રૂ.1,50 લાખ મળી કુલ રૂ.16,50 લાખ નુ વળતર ફરિયાદીને જજમેન્ટની તારીખથી બે માસમાં ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે અને જો આરોપી બે માસમાં વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. જોકે, હુકમના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા, ચાણસ્મા કોર્ટે તેના વિરુદ્ધ સજા વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Brahmanwada#warrant#Check Return Case#Section 138#Chansma court#Patel Bharatkumar#the Negotiable Instruments Act
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
