ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને સિધ્ધપુર એલ.એસ.હાઇસ્કુલ, મુકામે થી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ અને શહેરીજનો જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુરના નગરજનોએ જહેમત ઉઠાવી હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત,જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નગરપાલિકા પ્રમુખ સાથે સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના ઉચ્ચ અધિકા રીઓ,પદાધિકારીઓ જોડાયા હતા.
સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
