રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા22 જુલાઈ, 2026| Super Admin

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો

12 પાસ શખ્સ ડિગ્રી વગર મકાનમાં ક્લિનિક ચલાવતો હતો

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે કોઈપણ જાતની માન્ય ડિગ્રી કે લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા એક બોગસ ડૉક્ટરને આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે. ટુંડાવ ગામના બારોટવાસ અમુંઢ રોડ પર આવેલા પોતાના જ રહેણાંક મકાનમાં આ બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડાં કરી રહ્યો હોવાની બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

સુણોક ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડૉ. હર્ષ જગદીશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોગ્ય ટીમ અને પોલીસ સ્ટાફે સંયુક્તપણે ટુંડાવ ગામે આવેલા  વિજયભાઈ શંકરલાલ અંબાલાલ બારોટ (ઉં.વ. 48)ના મકાનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પોતાના ટેબલ પર સ્ટેથોસ્કોપ અને એલોપેથિક દવાઓ રાખીને દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો. તબીબી પ્રેક્ટિસ અંગે લાઈસન્સ કે ડિગ્રી માંગતા આરોપીએ પોતે માત્ર ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો હોવાનું અને કોઈ માન્ય ડિગ્રી ન હોવાનું સ્વીકાર્યું હતું.

પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી સ્ટેથોસ્કોપ, ડિજિટલ બીપી મીટર, એલોપેથિક દવાની સિરપ, ટેબ્લેટ્સ, ઇન્જેક્શન તેમજ આઇ.વી. સેટ સહિત કુલ રૂ. 17,580.12ની કિંમતનો મેડિકલ સાધન સામગ્રી અને દવાનો જથ્થો (કુલ 361 નંગ) મુદ્દામાલ તરીકે જપ્ત કર્યો છે.

આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ શંકરલાલ બારોટ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 319(2) અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર