બનાસકાંઠામાં પંચાયત ચૂંટણી પૂર્વે ભાજપ સક્રિય : ડીસાના જુના નેસડા જિલ્લા પંચાયત સીટ પર ભાજપની બેઠક મળી

જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોમાં ઉત્સાહ સાથે ચૂંટણી તૈયારીઓ શરૂ
બનાસકાંઠા જિલ્લામાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી તેજ બની રહી છે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત હજી બાકી હોવા છતાં વિવિધ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે બેઠકોનો સિલસિલો શરૂ થયો છે.
ડીસા તાલુકામાં આવેલી જુના નેસડા જિલ્લા પંચાયત સીટના ગામોને આવરી લેતી સંગઠનાત્મક સંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને ચૂંટણી પૂર્વે કાર્યકરોને સજ્જ કરવાનો હતો
કીર્તિસિંહ વાઘેલાએ કાર્યકરોને માર્ગદર્શન આપતા ચૂંટણીને ધ્યાનમાં રાખી એકતા અને કાર્યશક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આવનારી ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી.આ કાર્યક્રમમાં ભીલડી ભાજપ મંડળ ના પ્રમુખ ગમન સિંહ રાઠોડ.ભીલડી ભાજપ મંડળ ના મહા મંત્રી શુરેશ ડી સિલ્વા. બાબુ ભાઈ દેસાઈ (નાની ઘરનાળ). લાખણી માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન બાબુ ભાઈ વી દેસાઈ.ભાજપ ના સિનિયર આગેવાન વિરમજી બારોટ સહિત કાર્યકરો, આગેવાનો, બૂથ પ્રમુખો અને શક્તિકેન્દ્રના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅમીરગઢ રેલ્વે ટ્રેક પર ટ્રેનની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠારાનેર-અરણીવાડા રોડ પર રેતીના ઢગલા: વાહનચાલકો પર અકસ્માતનું જોખમ
1 દિવસ પહેલા
