રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એસપીને આવેદન આપી ટિપ્પણી કરનાર ઇસમ સામે પગલાં ભરવા માંગ કરી

બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એસપીને આવેદન આપી ટિપ્પણી કરનાર ઇસમ સામે પગલાં ભરવા માંગ કરી
અમરેલીના શખ્સે જાતિગત અપમાનિત શબ્દોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરાતા રોષ; ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અમરેલીના એક શખ્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજ્યભરના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેમાં બનાસકાંઠા ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા જ્ઞાતિગત અપમાનીત કરનાર આ ઇસમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલીના વિનોદ ચાવડા નામના ઇસમ દ્વારા સોશિયલ મીડિયામાં ફેમસ થવા તેમજ ગુરુ બ્રાહ્મણ સમાજને નીચું દેખાડવાના ઇરાદે તેમજ સમાજ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવા ગુરુ બ્રાહ્મણ સમાજને જાતિગત અપમાનજનક તેમજ સામાજિક લાગણી દુભાય તેવા શબ્દોનો વાણી વિલાસ કરતો વીડિયો બનાવી આ વીડિયો તેના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જેને લઇ સમગ્ર રાજ્યના ગુરુ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ વિનોદ ચાવડા નામના ઇસમ સામે કડક કાર્યવાહી કરવા દરેક જિલ્લામા આવેદનપત્ર અપાઇ રહ્યા છે. ત્યારે ગુરુવારે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આ મામલે લેખિતમાં આવેદનપત્ર આપી તેમની લાગણી દુભાવનાર અમરેલીના વિનોદ ચાવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સંબંધિત સમાચાર