રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા10 ફેબ્રુઆરી, 2025| Super Admin

મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણાના કડી ખાતે પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા; 4 આરોપીઓ ફરાર

મહેસાણા જિલ્લા એલસીબીએ કડી તાલુકાના બાવલુ ગામમાં મોડી રાત્રે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. લગ્ન મંડપની આડમાં ચાલતા જુગારધામમાંથી પોલીસે 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે 4 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. એલસીબીના પીઆઈ જે.પી. સોલંકી અને તેમની ટીમને શેડફા ચોકડી પાસે બાતમી મળી હતી કે બાવલુ ગામના ધનાવાળા વાસમાં ઠાકોર ભીખાજીના ઘર આગળ લગ્ન મંડપમાં જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે બાબુજી કેશાજી ઠાકોર, ખોડાજી અરજણજી ઠાકોર, અજીત પોપટજી ઠાકોર, દિલાવરમિયા આકુબમિયા કુરેશી, બળદેવજી રણછોડજી ઠાકોર, રહીશમિયા રહીમમિયા મલેક, દિપક દિનેશજી ઠાકોર, અંબારામજી કાળાજી ઠાકોર અને કાર્તિક વિક્રમજી ઠાકોરને ઝડપી લીધા હતા. જ્યારે વિક્રમ ઠાકોર, સિધ્ધરાજ ઠાકોર, બળદેવ ઠાકોર અને અરજણ ઠાકોર ફરાર થઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ. 4,75,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના બાવલુ ગામના રહેવાસી છે, જ્યારે કેટલાક રાજપુર અને કડીના રહેવાસી છે.

સંબંધિત સમાચાર