ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સમગ્ર રાજ્યમા જિલ્લા કલેક્ટર, પ્રાંત ઓફિસર અને સિટી મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરવામાં આવી છે.જેના ભાગ રૂપે આજે ડીસા નાયબ કલેકટરને પણ આવેદન આપી માંગ કરવામાં આવી હતી અને યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારે સંસદમાં જાહેરાત કરી હતી કે આશા વર્કર બહેનોને મળતા રૂ. 2,000 ના ઈન્સેન્ટિવમાં રૂ.1,500 નો વધારો કરીને તેને રૂ.3,500 કરવામાં આવશે. પણ આ વધારા અંગેનો સત્તાવાર સરકારી ઠરાવ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. આ જાહેરાતમાં આશા વર્કર બહેનોની દેખરેખ અને સુપરવિઝનનું મહત્વનું કામ કરતી ફેસિલિટેટર બહેનોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. યુનિયને જણાવ્યું કે ફેસિલિટેટર બહેનો આરોગ્ય વિભાગની કામગીરીમાં અતિ મહત્વની જવાબદારી નિભાવે છે. તેથી, તેમને પણ લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો આપવામાં આવે અને આશા વર્કરોના વધારાના જીઆર સાથે જ ફેસિલિટેટર બહેનોના વધારાનો જીઆર પણ બહાર પાડવામાં આવે. આ ઉપરાંત, યુનિયને સરકારને વિનંતી કરી છે કે મોટાભાગની કામગીરી હવે ડિજિટલ સ્વરૂપે મોકલવાની હોવાથી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને ટેબ્લેટ કે સક્ષમ મોબાઇલ ફોન પણ પૂરા પાડવામાં આવે, જેથી તેઓ પોતાની ફરજ વધુ સરળતાથી નિભાવી શકે. આ મામલે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે.
ડીસામાં આશા અને ફેસિલિટેટર બહેનોએ વેતનમાં વધારો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં 25થી 30 વર્ષ જૂનાં વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ
1 દિવસ પહેલા
