રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા17 માર્ચ, 2026| Super Admin

ડીસા-શંખેશ્વર બસ ભાડામાં વિસંગતતા દૂર; મુસાફરોને રાહત

ડીસા-શંખેશ્વર બસ ભાડામાં વિસંગતતા દૂર; મુસાફરોને રાહત

ડીસા ડેપો સંચાલિત બસોમાં ભાડાના મુદ્દે રહેલી વિસંગતતા આખરે દૂર કરવામાં આવી છે. ડીસા-જૂનાગઢ એક્સપ્રેસ બસમાં ડીસાથી શંખેશ્વર સુધીનું ભાડું રૂ.129 લેવામાં આવતું હતું, જ્યારે એ જ અંતર માટે ચાલતી ડીસા-શંખેશ્વર એક્સપ્રેસ બસમાં રૂ.135 વસૂલવામાં આવતું હતું, જેના કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળતો હતો. આ મુદ્દે ‘રખેવાળ’ દૈનિક દ્વારા લોકહિતમાં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જ્યારે જાગૃત નાગરિક હસમુખભાઈ વેદલિયાએ ડીસા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી ભાડામાં રહેલી વિસંગતતા દૂર કરવાની માંગ કરી હતી.જેને ધ્યાનમાં લઈ ડેપો મેનેજરે તપાસ હાથ ધરી હતી, જેમાં વિસંગતતા માન્ય ઠરતા તાત્કાલિક અસરથી ડીસા-શંખેશ્વર બસનું ભાડું રૂ.135 માંથી ઘટાડીને રૂ.129 કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મુસાફરોને સીધી રાહત મળી છે અને નિયમિત મુસાફરી કરતા લોકોને આર્થિક લાભ થશે. જેથી સ્થાનિક અને યાત્રાળુઓમાં પણ આ નિર્ણયને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.    

સંબંધિત સમાચાર