રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા4 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો
એલસીબી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબેની સૂચના અને એલસીબી પી.આઈ. એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો સતત કાર્યરત છે. તે અંતર્ગત ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિઠોદર ગામ પાસેથી પાલનપુર એલસીબીએ ચોરીના બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.​ એલસીબી પોલીસ સ્ટાફના માણસો જ્યારે ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે વિઠોદર ગામ પાસે હાઇવે પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શખ્સ મોટર સાયકલ પર પસાર થઈ રહ્યો હતો, જેના બાઈક પર આગળ-પાછળ નંબર પ્લેટને બદલે 'રામાધણી' લખેલું હતું. શંકા જતાં પોલીસે તેને અટકાવી કાગળોની માંગણી કરી હતી, પરંતુ ચાલક કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યો નહોતો. ​​પોલીસે જ્યારે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી અને બાઈકના એન્જિન તથા ચેસિસ નંબર દ્વારા તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.જેનો ​ નંબર UP-81-CS-6114 હતો અને આ મોટર સાયકલ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું. ​પોલીસે રૂ.50,000/- ની કિંમતનું મોટર સાયકલ જપ્ત કરી ​જીવણભાઈ રમેશભાઈ ઈટાલીયા (ઠાકોર), રહે. છીંડીવાડી, તા. ધાનેરા અને બાઇક વેચનાર ફરાર​ ભરતભાઈ ચૌધરી (રહે. પેછડાલ, તા. ડીસા) વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની  કલમ-35 (1) ઇ મુજબ અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર