રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના વણઝારા વાસમાં ચાલતું ગેરકાયદે કતલખાનું બંધ કરાવવા જીવદયાપ્રેમીઓ મેદાને

ડીસાના વણઝારા વાસમાં ચાલતું ગેરકાયદે કતલખાનું બંધ કરાવવા જીવદયાપ્રેમીઓ મેદાને
સરકારી જમીન પર બનેલ મદ્રેસાનું દબાણ દૂર કરવા પણ ઉગ્ર રજૂઆત: પાલિકા કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. પાલિકા તંત્રની રહેમ નજર હેઠળ ફાલેલા આ દબાણોમાં હવે ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ વેગ પકડી રહી છે, જેને લઈને સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વણઝારા વાસ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને સરકારી જમીન પરના ધાર્મિક દબાણને દૂર કરવા માટે આજરોજ જીવદયા પ્રેમીઓએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ​મળતી માહિતી મુજબ, ડીસાના વણઝારા વાસ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી છૂપી રીતે ગેરકાયદેસર કતલખાનું ધમધમી રહ્યું હોવાની જાણ જીવદયાપ્રેમીઓને થઈ હતી. આ બાબતે જીવદયાપ્રેમીઓની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા કતલખાનું ચાલતું હોવાનું જણાયું હતું. જોકે, તે સમયે જવાબદાર શખ્સો હાજર ન હોવાથી જીવદયાપ્રેમીઓએ આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા સૂચના આપી હતી.​રજૂઆત દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે, વણઝારા વાસમાં સરકારી જમીન પર કોઈપણ જાતની મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર રીતે મદ્રેસાનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં 'હોતી હૈ, ચલતી હૈ' ની નીતિ અપનાવી રહ્યા છે, જેના કારણે દબાણકર્તાઓ બેફામ બન્યા છે.​આજરોજ મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ પાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ ઉપપ્રમુખને આવેદનપત્ર આપી  માંગણી કરી હતી કે ​વણઝારા વાસમાં ચાલતું ગેરકાયદે કતલખાનું કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેમજ ​સરકારી જમીન પર બનેલ મદ્રેસાનું ગેરકાયદે દબાણ તાત્કાલિક દૂર કરવું. ​જીવદયાપ્રેમીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ દબાણો અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.    

સંબંધિત સમાચાર