રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા1 જુલાઈ, 2026| Super Admin

છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ: રૂ. 11.50 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠી

છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ: રૂ. 11.50 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિની તપાસની માંગ ઉઠી

ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર પહોંચી વિકાસ કામોની તપાસ શરૂ કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આક્ષેપોને પગલે ડીસા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચી ગામમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. રબારીવાસમાં જુની ગટર લાઈનનું માત્ર સમારકામ કરીને નવા કામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ રીતે ગટર લાઇનના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

104.jpg 252.06 KB
મળતી માહિતી મુજબ, છત્રાલા ગામને ફાળવાયેલી અંદાજે રૂ. 11.50 કરોડની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ વિકાસ કાર્યોની સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને તંત્ર દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું અને આ ભષ્ટ્રાચાર અને ગેરરીતિ મામલે વધુ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર