રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ડિસેમ્બર, 2025| Super Admin

કમોસમી વરસાદના વળતરમાં 'ભેદભાવ' ના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને

કમોસમી વરસાદના વળતરમાં 'ભેદભાવ' ના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને
નુકસાન છતાં વળતરથી વંચિત ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ દોડી આવ્યા ખેડૂતોએ સર્વેની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનના વળતર મુદ્દે હવે વિવાદ વકર્યો છે. ડીસા તાલુકાના આગડોલ ગામના ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રાંત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વળતરના સર્વેમાં મોટાપાયે ભેદભાવ થયો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી હતી. ​આગડોલ ગામના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ​"જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે, જેમના પાક ખેતરમાં જ નાશ પામ્યા છે, તેમને હજુ સુધી એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી. જ્યારે બીજી તરફ, જેમને કોઈ ખાસ નુકસાન નથી થયું તેવા ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે." ​ડીસા નાયબ કલેકટર ​કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે સર્વેની કામગીરીમાં થયેલી ક્ષતિઓ સુધારવામાં આવે અને તટસ્થ તપાસ કરીને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.  

સંબંધિત સમાચાર