રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા9 જુલાઈ, 2026| Super Admin

ઊંઝામાં પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો

ઊંઝામાં પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો

ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે. પોલીસે ચોરીના એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસ દ્વારા એક અન્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે ઊંઝા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જે.પી.ના વાડા પાસે મીઠાની ઘંટી નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી નંબર પ્લેટ વગરનું સફેદ કલરનું એક્ટિવા લઈને પસાર થતા એક શખ્સને પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ ચોરીની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ગત 7 જુલાઈના રોજ ઊંઝાથી મહેસાણા હાઈવે પર આવેલા સુપથ્ય કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાંથી આ એક્ટિવા ચોર્યું હતું. પોલીસે એક્ટિવાના ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતા તે ચોરીનું હોવાનું ફલિત થયું હતું. જે બાદ પોલીસે આરોપી સાહિલકુમાર સુરેશભાઈ પરમાર રહે.ઊંઝાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે કટાર અશોકભાઈ શ્રીમાળી રહે.ઊંઝાને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઓપરેશનમાં ઊંઝા પીઆઈ જે.પી. સોલંકી અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર