રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા4 ડિસેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટનો જથ્થો કરાયો સીઝ

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચડોતર ખાતે ઘી અને વેજીટેબલ ફેટનો જથ્થો કરાયો સીઝ

કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી, ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામ વાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં અમુલ પ્યોર ઘી ૧૫ કિલો પેકિંગના ૬ ડબ્બા મળીને કુલ ૮૯ કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ ૫૮,૭૪૦ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો. 

આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટરએસ્ટ્રીફાઈડ વેજીટેબલ ફેટ (લુઝ)નો રૂ. ૧૫,૯૦૦ની કિંમતનો કુલ ૫૩ કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ૭૪,૬૪૦ રૂપિયાનો ૧૪૨ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત સમાચાર