મહેસાણા નજીક વડોસણ બાયપાસ બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ નિવાસી વિવેક સોલંકી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. વિવેક સોલંકી પોતાના બાઇક પર ચાણસ્માથી અમદાવાદ જઈ રહ્યો હતો. મહેસાણાના શિવાલય સર્કલ નજીક વડોસણ બાયપાસ બ્રિજ પર એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી. ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહેસાણા નજીક અકસ્માત યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

ટેગ્સ:#accident#Ahmedabad#mehsana#police investigation#local news#Emergency Response#Traffic Incident#Road Safety#Family Tragedy#Youth Fatality#Vadosan Bypass Bridge#Motorcycle Accident
સંબંધિત સમાચાર
મહેસાણાકડીના રાજપુરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ખતરો: ખેતી અને જનજીવન પર તોળાતું ભયંકર સંકટ
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા મનપાની પ્રથમ સભા: ભારે ખેંચતાણ વચ્ચે વિકાસ કાર્યો મંજૂર
4 દિવસ પહેલા
મહેસાણાઉનાવામાં વરિયાળીને લીલી કરવાનું કૌભાંડ ઝડપાયું: ₹8.57 લાખનો જથ્થો જપ્ત
4 દિવસ પહેલા
