રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા13 મે, 2026| Super Admin

વિજાપુરમાં લોકશક્તિનો પરચો: જુના ફુદેડાના ગ્રામજનોએ દારૂબંધીનું રણશિંગું ફૂંક્યું

વિજાપુરમાં લોકશક્તિનો પરચો: જુના ફુદેડાના ગ્રામજનોએ દારૂબંધીનું રણશિંગું ફૂંક્યું

પ્રાથમિક શાળા નજીક દારૂની હાટડીયો ધમધીમે છે

ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અમલ વચ્ચે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામે આજે એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે. ગામમાં વર્ષોથી ફૂલેલા-ફાલેલા દારૂના દૂષણથી કંટાળીને આખરે ગ્રામજનોએ સ્વયંભૂ એકઠા થઈ 'જનતા રેડ' પાડી હતી. આ ઝુંબેશ પાછળ માત્ર દારૂનો વિરોધ જ નહીં, પણ ગામના ઉજ્જવળ ભવિષ્ય અને બાળકોના સંસ્કારોને બચાવવાની તીવ્ર લાગણી છુપાયેલી છે. ગામલોકોએ એક અવાજે પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આક્રમક તેવર બતાવ્યા છે.

ગામના મધ્યભાગમાં અને ખાસ કરીને પ્રાથમિક શાળાની અત્યંત નજીક ચાલતા દારૂના હાટડાઓએ ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો હતો. શાળાએ જતાં ભૂલકાઓ અને યુવા પેઢી રોજબરોજ આ અનૈતિક પ્રવૃત્તિઓ જોઈને ગેરમાર્ગે દોરાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિજાપુર-લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર મૌન સેવી રહ્યા છે. આ નિષ્ક્રિયતાએ લોકોમાં એવી શંકા પેદા કરી છે કે શું પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ છૂપી વહીવટી સાંઠગાંઠ અથવા હપ્તાખોરી ચાલી રહી છે? તંત્રની આ 'આંધળી' અને 'બહેરી' નીતિ સામે આખરે ગામની જનતાએ મેદાને આવવું પડ્યું છે.

આ લડતનો પાયો ત્રણ વર્ષ પૂર્વે ગામના યુવા અગ્રણી શ્રી તરુણ પટેલ દ્વારા નાખવામાં આવ્યો હતો. તે સમયે તેમણે એકલા હાથે વ્યસનમુક્ત ગામ માટે અભિયાન છેડ્યું હતું, પરંતુ પૂરતા જનસમર્થનના અભાવે એ મિશન અધૂરું રહ્યું હતું. જોકે, આજે સ્થિતિ બદલાઈ છે. તરુણ પટેલના એ જ જૂના સંકલ્પને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર જુના ફુદેડા એકજૂટ થયું છે. આ જનતા રેડમાં ગામના સરપંચ, ઉપસરપંચ, સામાજિક અગ્રણીઓ મુકેશભાઈ અને મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. મહિલાઓની સહભાગીદારીએ આ આંદોલનને વધુ વેગ આપ્યો છે, 

કારણ કે દારૂના દૂષણની સૌથી વધુ માઠી અસર ઘરના આર્થિક અને સામાજિક સ્તર પર પડતી હોય છે.અંતે, ગ્રામજનોએ આ મામલે માત્ર પોલીસ જ નહીં પણ ઉચ્ચ વહીવટી તંત્રના દ્વાર પણ ખખડાવ્યા છે. મામલતદાર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કાયદાનું કડક પાલન કરાવવાની અપીલ કરવામાં આવી છે. ગામના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી જુના ફુદેડા સંપૂર્ણપણે દારૂમુક્ત નહીં થાય ત્યાં સુધી આ અભિયાન અટકશે નહીં. "તંત્ર ભલે મૂક દર્શક બનીને બેઠું હોય, પણ જાગૃત જનતા હવે અન્યાય સહન નહીં કરે" તેવા મક્કમ નિર્ધાર સાથે ગામ અત્યારે પરિવર્તનની રાહ પર ચાલી નીકળ્યું છે.

સંબંધિત સમાચાર