રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 ડિસેમ્બર, 2025| Super Admin

ઉત્તર ગુજરાતમાં ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો; આગામી ઠંડીનું જોર વધી શકે

ઉત્તર ગુજરાતમાં ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો; આગામી ઠંડીનું જોર વધી શકે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડી 6.2 ડિગ્રી વધી ચૂકી છે. શુક્રવારે પણ પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાનો ભેજવાળો પવન ફૂંકાયો હતો. વહેલી સવારે ભેજનું પ્રમાણ 75% એ પહોંચતાં ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં ધુમ્મછાયું વાતાવરણ રહ્યું હતું. તેમજ લઘુત્તમ તાપમાન પોણો ડિગ્રી નીચે આવ્યું હતું. આ સાથે ઠંડીનો પારો 14.6 થી 15 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 11 દિવસ બાદ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતાં ઉત્તર ગુજરાતમાં ધ્રુજાવતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત 29 નવેમ્બરે તાપમાન 20.8 ડિગ્રીની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. 9 ડિસેમ્બરથી ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગના ટૂંકાગાળાના અનુમાન મુજબ, આગામી 8 ડિસેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઇ ઠંડીની આ સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ ભેજનું પ્રમાણ વધતાં વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ રહી શકે છે. જોકે, 9 ડિસેમ્બરથી પવનની દિશામાં બદલાવ શરૂ થઇ શકે છે. એટલે 10 ડિસેમ્બરથી સંપૂર્ણ પણે ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવન ફૂંકાતાં ઠંડીનું જોર વધી શકે  

સંબંધિત સમાચાર