સાંતલપુરથી પસાર થતાં ભારતમાલા હાઇવેની ખખડધજ પરિસ્થિતિના કારણે ગંભીર અકસ્માત સર્જાયો

બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાઈ
સાંતલપુરથી પસાર થતાં ભારતમાલા હાઇવેની ખખડધજ પરિસ્થિતિના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની ધટનાઓ વધી રહી છે. ત્યારે ગતરોજ બિસ્માર ભારતમાલા હાઇવે પરથી પસાર થતી ગાડીના ટાયર ફાટતા ગાડી સેફટી ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે ગાડીની એરબેગ ખુલી જતા કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સાંતલપુરથી પસાર થતાં ભારતમાલા હાઇવેની કામગીરી સામે પહેલેથી જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ચોમાસામાં આ માગૅ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સજૉઈ રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકને માગૅ પરના ખાડા ના દેખતા અને ગાડી ખાડામાં પટકાતાં ગાડીનું ટાયરો ફાટી જતાં ગાડી સેફટી ડિવાઈડર સાથે અથડાતા ગાડી અંદરની એરબેગ ખુલી જતા આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા તમામનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
11 કલાક પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
1 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
2 દિવસ પહેલા
