રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા11 ઑગસ્ટ, 2025| Super Admin

જુના ડીસામાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર

જુના ડીસામાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પોલીસને ચકમો આપી ફરાર

ડીસા તાલુકાના જુના ડીસા ગામેથી દારૂની હેરાફેરી કરતા એક ઈસમનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક એક્ટિવા વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જોકે આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અજય કેશાજી ઠાકોર નામનો એક ઈસમ પોતાની એક્ટિવા પર દારૂનું છૂટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે ગોઠવેલા વોચ દરમિયાન, બાતમી મુજબની એક્ટિવા આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક એક્ટિવા મૂકીને ભાગી ગયો હતો. પોલીસે પીછો કર્યો પરંતુ તે ગલીનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે એક્ટિવાની તપાસ કરતા તેમાંથી 2,889/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને 50,000/- ની કિંમતની એક્ટિવા મળીને કુલ  52,889/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર