રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 ડિસેમ્બર, 2025| Super Admin

ભીલડીમાં નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું

ભીલડીમાં નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરાયું
ગ્રામ પંચાયત અને હાઇવે ઓથોરિટીની સંયુક્ત રીતે સ્વચ્છ અને સુવ્યવસ્થિત શહેર બનાવવાની કાર્યવાહી ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના આગમનને ધ્યાને લઈ ગ્રામ પંચાયત તથા હાઇવે ઓથોરિટી દ્વારા વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર હાઇવેની બાજુ, જાહેર સ્થળો તેમજ આવાગમનના માર્ગોમાં કચરો દૂર કરી સફાઈ કરવામાં આવી હતી. સફાઈ દરમિયાન રસ્તાની બાજુમાં ફેલાયેલ કચરો, ઝાડીઓ અને ગંદકી પ્લાસ્ટિકના કચરો દુર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને હાઇવે ઓથોરિટીના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી શહેરને સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી શહેરના મુખ્ય માર્ગો પર ગંદકી ફેલાઇ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી ના આગમન થવાને લઇ સ્વચ્છતા શરૂ કરતાં પ્રજાજનોમાં પણ પ્રશાસનની આ પહેલને આવકારી રહ્યાં છે.  

સંબંધિત સમાચાર