વડનગરના વાગડી ગામે નદીમાં ફસાયેલા 7 યુવકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયુ કરી બચાવાયા

20 કલાકથી પણ વધુ સમય ચાલી હતી બચાવ કામગીરી; વડનગર તાલુકાના વાગડી ગામમાં ગઈકાલે સવારે સાબરમતી નદીમાં ટ્રેક્ટર લઈને રેતી ભરવા ગયેલા સાત યુવાનો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી ફસાઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો તેમજ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ રેસ્ક્યુના તમામ પ્રયાસ નિષ્ફળ જતા આખરે NDRFની ટીમ બોલાવવાની ફરજ પડી હતી. જ્યાં 20 કલાકથી પણ વધુની ભારે જહેમત બાદ સાતેય યુવકોને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મહત્વની બાબત છે કે ધરોઈ ડેમમાંથી 60 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સમગ્ર બનાવ બન્યો હતો. જ્યાં ધસમસતા પાણીના પ્રવાહ યુવકો પોતાના જીવ બચાવવા બેટ પર ચડી ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન ફાયર વિભાગ ટીમની બોટ પલટી ખાઈ જતા તરવૈયા પણ નદીના પાણીમાં તણાયા હતા. જો કે ત્યાં હાજર રહેલી બીજી ટીમે દોરડા નાખી ફાયરની ટીમના માણસોને સહી સલામત રીતે બચાવી લીધા હતા. ફાયર વિભાગના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા આજે સવારે NDRFની ટીમને બોલાવવી પડી હતી જેમને ઘટના સ્થળે આવીને નદીમાં ફસાયેલા સાતેય યુવકોનો જીવ બચાવ્યો હતો.
ફસાયેલા સાતેય યુવકો પોતાનો જીવ બચાવવા પહેલા તો બેટ પર ચડી ગયા હતા અને ત્યાર બાદ યુવકોએ આખી રાત ટ્રેકટરની ટ્રોલી નીચે વિતાવવાનો વારો આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં ગામના લોકો તાત્કાલિક નદી કાંઠે દોડી આવી ફસાયેલા યુવકોને બચાવવાના પ્રયત્નો કર્યા હતા અને બીજી તરફ સરકારી તંત્રને જાણ કરી યુદ્ધના ધોરણે બોલાવ્યા હતા જ્યાં તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ ઓવરફ્લો થવાની શકયતાની વચ્ચે શુક્રવારે અડધી રાતે ડેમના ચાર અને ત્યાર બાદ આંઠ દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેના લીધે 60 હજાર ક્યૂસેકથી વધુ પાણી સાબરમતી નદીમા છોડવામાં આવ્યું હતું જેના પરિણામે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. તેવામાં વડનગર તાલુકાના વાગડી અને શોભાસણ ગામના સાત જેટલા યુવકો બે ટ્રેકટર સાથે નદીમાં રેત ભરવા જતાં ત્યાં જ ફસાઈ ગયા હતા.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગતરોજ દિવસભર સતત વરસાદ વરસ્યો હોવાથી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો. જેના લીધે રેસ્ક્યુમાં પણ વારંવાર અડચણો ઉભી થતી હતી. તેવામાં આશ્ચર્યજનક વાત એ રહી કે ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા જતાં બોટ પલટી મારી ગઈ હતી જ્યાં બીટમાં સવાર તરવૈયા પણ બોટ સાથે તણાઈ જતાં અન્ય ટીમ દ્વારા તેમને પણ દોરડા નાખી બચાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રેસ્ક્યુ બાદ તમામ લોકોને કિનારે સુરક્ષિત રીતે લઈ આવતા યુવકોએ અને રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી ટીમો તેમજ સરકારી તંત્રના અધિકારીઓએ રાહતના શ્વાસ લીધાહતા.
ટેગ્સ:#Vadnagar Taluka#NDRF Rescue Operation#Dam Gate Opening#Monsoon Flooding#Dharoi Dam Water Release#Sabarmati River Overflow#Monsoon Impact on Dams#Fire Department Boat Capsize#Rope Rescue Technique#Emergency Response Failure#Successful Youth Rescue#Vagdi Village#Shobhasan Village#North Gujarat Floods#Heavy Rainfall in Upper Reaches#Sudden Water Surge#Riverbank Overflow
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
