રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા17 જાન્યુઆરી, 2026| Super Admin

મહેસાણાના આંબલીયાસણમાં સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીને 30 વર્ષની સજા : એક લાખ વળતરનો હુકમ

મહેસાણાના આંબલીયાસણમાં સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીને 30 વર્ષની સજા : એક લાખ વળતરનો હુકમ

મહેસાણાના આંબલીયાસણમાં રહેતી એક 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજરવાનો મામલે મહેસાણા સેસન્સ કોર્ટે લાલ આંખ કરીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દુષ્કર્મના આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવત નામનો 42 વર્ષીય શખ્સે 14 વર્ષ 11 માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર તેણી પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. જે ગંભીર ગુનાના આધારે તપાસ કર્યા બાદ બે માસના અંતે પોલીસ દ્વારા સત્યનારાયણની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.જ્યાર બાદ સમગ્ર મામલો કોર્ટમાં જતા આ કેસમાં આરોપી સત્યનારાયણ ગોસ્વામીને 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી સાથે ભોગ બનનાર સગીરાને 1 લાખ વળતર ચૂકવવા મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસ સરકારી વકીલ એન એસ શાહ દ્વારા ચલાવવામાં આવ્યો હતો. કેસમાં સજાની દલીલ સરકારી વકીલ પરેશકુમાર કે દવે દ્વારા કરવામાં આવી હતી. સરકારી વકીલ પરેશકુમાર કે દવેની દલીલ આધારે આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવતને 30 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મૂળ ફરીયાદીના વકીલ તરીકે વિજય દવે દ્વારા લેખીત દલીલો કરી રજૂઆત કરવામાં આવી હતી. 14 વર્ષની દીકરીને ભગાડી જનાર આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવત 15 વર્ષની દિકરીઓનો પિતા હોવાનું જાણવા મળેલ છે. મહેસાણા સેસન્સ કોર્ટમાં આ કેસ રેરેસ્ટ ઓફ રેસ કેસ ગણવામાં આવ્યો છે અને જેના પગલે આરોપી ગોસ્વામી સત્યનારાયણ ખિયાવતને 30 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.    

સંબંધિત સમાચાર