બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ 3 બેઠકો બિનહરીફ

પાંચ બેઠકો પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી
કુલ 16 બેઠકો પૈકી 9 બિનહરીફ, 7 પર હજી 20 ઉમેદવારો
બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે દાંતા, દાંતીવાડા, વાવ, દિયોદર અને લાખણી બેઠક પર આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વાવ, દિયોદર અને લાખણી મળી વધુ ત્રણ બેઠકો બિનહરીફ થઇ છે. જોકે અત્યાર સુધીમાં કુલ 16 પૈકી 9 બેઠક બિનહરીફ થઇ છે. જ્યારે 7 બેઠક પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે.
બનાસ ડેરીના નિયામક મંડળના 16 સભ્યોની ચુંટણીમાં પહેલા છ બેઠક બિન હરીફ થયા બાદ વાવ, દિયોદર અને લાખણી બેઠક પર એક-એક ઉમેદવારી પત્રો પરત ખેંચાતાં આ ત્રણ બેઠક બિનહરીફ થઇ છે. જોકે બુધવારે દાંતા બેઠક પર પાંચમાંથી બે ઉમેદવારે, દાંતીવાડામાં ત્રણમાંથી એક ઉમેદવારે, વાવમાં એક દિયોદરમાં એક અને લાખણીમાં એક મળી છ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે પાલનપુરમાં બે, વડગામમાં સાત, દાંતામાં ત્રણ, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુરમાં બે-બે મળી આ સાત બેઠકો પર 20 ઉમેદવાર હજી મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની મુદત 29 સપ્ટેમ્બર છે. તેથી હજી વધુ ફોર્મ પરત ખેંચાવાની શકયતા છે. તેથી ફરી બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ બનવા તરફ અગ્રેસર છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
10 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
