રાજ્યના હવામાન વિભાગે સતત પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીની મોટી આગાહી પારો 40ને પાર જઇ શકે

ગુજરાત
ગુજરાત

રાજ્યના હવામાન વિભાગે સતત પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીની મોટી આગાહી પારો 40ને પાર જઇ શકે: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પારો ધીમે ધીમે ઉપર ચઢી રહ્યો છે. માર્ચ મહિનામાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે.રાજ્યના હવામાન વિભાગે સતત પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આકારના તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે.

નોંધનીય છે કે  હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 24થી લઇ 28 માર્ચ સુધી હીટવેવની અસર વર્તાશે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે,હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  હોળી અને ધુળેટીના દિવસે કચ્છ, પોરબંદર, ગીરસોમનાથમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. લોકોએ હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું જોઇએ. સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો જોઇએ. હવામાન વિભાગ અનુસાર, 24 થી 26 માર્ચ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે. 26 થી 29 માર્ચ 2024 દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.