
ધો.12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું
ગુજરાત રાજ્યમાં વર્તમાનમા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે.જેમાં ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે.ત્યારે રાજ્યમાં પ્રથમવાર વિદ્યાર્થીઓએ વોટસઅપ નંબર પરથી પરિણામ જાણ્યું હતું.જેમાં સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે.આ સિવાય રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ,જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે.જેમાં અમદાવાદ શહેરનું 65.62 ટકા,અમદાવાદ ગ્રામ્યનું 69.92 ટકા પરિણામ આવ્યું છે.જેમાં ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે.આમ આ વર્ષે 1.26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી