UPSC ફાઇનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા

ગુજરાત
ગુજરાત

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જનરલ કેટેગરીમાં 347 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે EWSના 115 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે.

અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ 1016 ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 347 જનરલ કેટેગરીના, 115 EWS, 303 OBC, 165 SC અને 86 ST છે.  ઉલ્લેખનીય છે કે, UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી.  પછી, મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.