થરાદને ફિલ્ટર કરેલું પાણી મળે એવું કામ રાજ્યસરકારની મદદથી કરીશુ : શંકરભાઇ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદના અંબિકાનગરમાં શંકરભાઇ ચૌધરી અને સાંસદ પરબતભાઇ પટેલ રાત્રી સભાને સંબોધી હતી. જેમાં સાંસદ પરબતભાઇ પટેલે કાૅંગ્રેસ પર પ્રહારો કરતાં જણવ્યું હતું કે ૪૭-૪૭ વર્ષ સુધી રાજ કરવા છતાં પણ કોઇ કામ કર્યું નથી. જ્યારે ભાજપમાં આવ્યા બાદ તેમણે છેલ્લા પંદર વર્ષથી નગરનો વિવિધ દષ્ટીએ કરેલા વિકાસ કાર્યોનો ચિત્તાર આપ્યો હતો.તેમણે શંકરભાઇ ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.જ્યારે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદને પણ નવું ડેવલપમેંટ નવી ટીપી બને તે પુર્વે આજની હયાત વ્યવસ્થા છે તેને ઠીક કરવા માટેનું ડીઝાઇન પ્લાનીંગ સાથેનું કામ આપણે કરવું છે. થરાદ નગરપાલિકાને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી મળે,ટીપી,ડીપી,રસ્તા,પાણી,વિજળી અને પીવાનું શુદ્ધ પાણી ગણતરીના દિવસોમાં ચુંટાઇને આવ્યા પછી તેની તાત્કાલિક પ્રાયોરીટીની વ્યવસ્થા રાજ્યસરકારના સહયોગથી કરાવવી છે. નગરમાં મારા કાર્યાલયમાં બે દિવસ બેસીને હું ગરીબથી ગરીબ તમામ લોકોનાં કામો હું કરીશ વચન રેકોર્ડ કરવું હોય તો કરી શકાય છે. દસથી પંદર ટકાના વ્યાજથી ચાલતી ડાયરીપ્રથાના ચક્કરમાં નાના વેપારીઓને ફસાવી સ્યુસાઇડ સુધી પહોંચી જતા નાનાઅને ગરીબ લોકોને આવા અસામાજીક તત્વોની ચુંગાલમાંથી મુક્ત કરાવીને બેંક મારફતની વ્યવસ્થા ઉભી કરવી છે.તેમ જણાવી આવી ધાકધમકીનું રેકોર્ડીંગ તેમના સુધી મોકલશો તો જેલના સળીયા પાછળ ધકેલવાની જવાબદારી હું લઇશ તેમ નગરના ગરીબ વર્ગના લોકોને શોષણખોરીમાંથી મુક્ત કરાવાનું અભયવચન આપતાં અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી હતી.

અલ્પેશ ઠાકોરે રાહમાં ઠાકોર સમાજની સભા સંબોધી
બુધવારે શંકરભાઇ ચૌધરીના સમર્થનમાં હેલીકોપ્ટરમાં આવેલા જીકેટીએસના અલ્પેશભાઇ ઠાકોરે થરાદના રાહમાં ચુંટણીસભાને સંબોધી હતી.જેમાં તેમણે સમાજને એક પણ મત ન બગડે એવી રીતે શંકરભાઇ ચૌધરીના સમર્થનમાં જંગી બહુમતિથી વિજેતા બનાવવાની ઠાકોર સમાજને ટકોર કરી હતી. તેમણે ૨૦૧૭માં જેમના માટે ઉઘાડા પગે દોડ્યા એમણે પીઠ પાછળ ખંજર માર્યા તેનો બદલો લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.