સિધ્ધપુરના લોકોને પ્રેમ એ જ મારી જીત : બલવંતસિંહ રાજપુત

ચૂંટણી 2022
ચૂંટણી 2022

સિધ્ધપુર ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની જાહેર ચૂંટણી સભા ગત રાત્રે રાજપુર ગામે મળી હતી. આ ચૂંટણી સભાને સંબોધતા બળવંતસિંહે જણાવ્યું કે, રાજપુરના દરેક વ્યક્તિ સાથે મારે ઘરનો સંબંધ છે તેઓ મારા સીધા પાડોશી છે. મકાનના ધાબા ઉપર ચઢી બૂમ પાડે તો પણ હું સાંભળી શકું એટલો નજીક રહું છું અને સ્થાનિક હોવાના કારણે મને શોધવા અમદાવાદ જેવા સ્થળે જેવું નહી પડે અને મારું લક્ષ માત્ર સિદ્ધપુરના વિકાસનુ છે એટલે મને કમળના નિશાન ઉપર મત આપી વિજયી બનાવો, તેમ તેઓએ જણાવતાં ઉપસ્થિત મતદાતાઓએ તાળીઓના નાદથી તેમને વધાવી લીધાં હતાં. રાજપુરમાં ચૂંટણી સભા અગાઉ તેઓનો રોડ શો યોજાયો હતો. જેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ સભામાં હોદ્દેદારો સહિત આગેવાનો વિષ્ણુભાઈ પટેલ, મનુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, મેરુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.