વડગામ વિધાનસભા મત વિસ્તારના ૧૪૨ ગામોમાં કેસરીયો લહેરાયો

ચૂંટણી 2022
ચૂંટણી 2022

વડગામ વિધાનસભા મત વિસ્તારના ૧૪૨ ગામોમાં કેસરીયો લહેરાયો હોય તેવો માહોલ સર્જાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે આવકાર મળી રહ્યો છે તે જાેતા ભાજપ ઉમેદવાર મણીભાઈ વાઘેલાની જીત નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકોનું ધ્યાન કેન્દ્રિત છે તે બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પર ભાજપ- કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે, ત્યારે દશ વર્ષ બાદ પુનઃ ભાજપના ઉમેદવાર મણીભાઈ જેઠાભાઈ વાઘેલા વિજય તરફ આગળ વધી રહ્યા છે, હિન્દુ,મૂસ્લીમ સહિત તમામ સમાજાેનું સમર્થન હોઇ વડગામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તેવું વાતાવરણ જામ્યું છે, વડગામ તાલુકાના જે મતદારો ધંધા રોજગાર માટે બહાર ગામ સ્થાઈ છે.તેવા તમામ લોકોએ વતનનું ઋણ અદા કરવા સ્વયંભૂ વતન તરફ પ્રયાણ કર્યું છે.તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, વિધાનસભા ઇન્ચાર્જ કેશરભાઈ વાયડા, તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ, મહામંત્રી લાલાજી ઠાકોર, મહામંત્રી રામજીભાઈ બેરા, જિલ્લા પંચાયત ડેલીગેટ અશ્વીનભાઈ સક્સેના, ઉપપ્રમુખ બાલકૃષ્ણ જીરાલા, નરેન્દ્રકુમાર સોલંકી માલોસણા, દક્ષાબેન સોલંકી નાનોસણા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ જશુભાઇ ચૌહાણ, દિપકભાઈ પંડ્યા, રાજુભાઈ દૂધાભાઈ પરમાર, વિજયભાઈ વાલીયા, માલધારી સમાજના આગેવાન જયેશભાઈ દેસાઈ,મેરાજભાઈ દેસાઈ,જૈન ભોજક સમાજના યુવા કાર્યકર શતિષભાઈ ભોજક સહિત તમામ પદાધિકારીઓ, અગ્રણીઓ અને કાર્યકરોએ ગતરોજ ગામે ગામ ચૂંટણી પ્રચાર અભિયાન તેજ કર્યું હતું.મત વિસ્તારના તમામ ૧૪૨ ગામોમાં લોક સંપર્ક અને પ્રચાર અભિયાનથી ભગવો લહેરાઈ ઉઠ્‌યો છે. તેથી ભાજપ ઉમેદવારની જીત નિશ્ચિત બની ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.