ભાજપે પેપરો ફોડી યુવાનો અને વાલીઓના સપના તોડ્યા : સંજય દેસાઈ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ર૭ વર્ષના ભાજપના કુશાસનથી સમાજનો તમામ વર્ગ ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. તેમાં પણ દેશનું ભવિષ્ય ગણાતા યુવાનોના ૧૪-૧૪ પેપરો ફોડી તેમના સપના પણ તોડી નાખ્યા છે. તેમ છતાં પેપર ફોડનારા સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. તેથી હવે તો પ્રાથમિકના પણ પેપરો ફુટવા લાગ્યા છે. જેના કારણે નોકરીની આશાએ પેટે પાટા બાધી દિકરા કે દિકરીને મોંઘુ શિક્ષણ અપાવનાર વાલીઓના અરમાનો પણ તૂટી રહ્યા છે ત્યારે ભાજપની ભ્રષ્ટ સરકારને ઉખાડી નાખવા જુનાડીસા ખાતે જંગી જન સભાને સંબોધતા કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ દેસાઈએ હાકલ કરી હતી. સભાના પ્રારંભે કોંગ્રેસના યુવા ઉમેદવાર સંજયભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયા અને જાગૃતિ ટ્રસ્ટના અશ્વિનભાઈ પરમારનું તમામ સમાજના આગેવાને ફુલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ દાઉદભાઈ ધાસુરાએ કોંગ્રેસના વચનોને બિરદાવી તમામને આવકાર્યા હતા. જ્યારે ઈબ્રાહીમભાઈ ચાવડા (જી.ઈ.વી.) એ શેરો શાયરીના અંદાજમાં ભાજપના કુશાશન ઉપર પ્રહારો કરી પંથકના વિકાસ, શાંતિ અને સલામતિ માટે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જાગૃતિ ટ્રસ્ટના અશ્વિનભાઈ પરમારે ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને મુક્ત કંઠે બિરદાવી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દેશની આઝાદી બાદ ટાંકણી પણ બનતી ન હતી. પણ કોંગ્રેસ સરકારે સરકારી ઓફિસો, શાળા – મહાશાળાઓ, ઉદ્યોગો, સરક્ષણના સાધનો, ડેમ, ટી.વી, મોબાઈલ અને કોમ્પયુટર થકી વિકાસનો પાયો નાખ્યો છે. તેથી કોંગ્રેસના કામ બોલે છે. તેમ ઉમેર્યુ હતું. જન સભાને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પણ ભાજપની ભ્રષ્ટ રીતી – નિતિઓ ઉપર અધિક પ્રહારો કરી જણાવ્યુ કે ભાજપ ધર્મ અને જાતિના નામે સમાજમાં ભાગલા પડાવે છે. ર૭ વર્ષના શાશનમાં પુરતુ પાણી પણ આપી શકયા નથી. અને હવે પાણીદાર બનાવવા નીકળ્યા છે. વધુમાં તેમણે હાર્યો કે જીત્યો પણ લોકોના કામો કર્યા છે. ત્યારે ચુંટણીમાં આબરૂ રાખવાની અંતઃ કરણ પૂર્વક અપીલ કરી હતી. સભાનું સંચાલન પૂર્વ ડે.સરપંચ ફારૂકભાઈ દાણી અને મોઈન સીન્ધીએ કર્યુ હતું.

ડીસામાં આજે લોક સંપર્ક રેલી
ડીસામાં કોંગ્રેસના યુવા ઉમેદવાર સંજયભાઈ દેસાઈએ ગામડાઓમાં ઝંઝાવાતી પ્રચાર પ્રવાસ ખેડી ગામ લોકોના આશીર્વાદ લીધા હતા. હવે આજે તા.૩/૧૨/૨૨ ને શનિવારે તેઓ ડીસામાં સમર્થકો સાથે લોક સંપર્ક રેલી યોજશે. જે રેલીનું સવારે ૯ ક.મામલતદાર કચેરી પ્રાંગણથી પ્રસ્થાન થશે. ત્યાંથી સરદાર બાગ સર્કલ, ફુવારા સર્કલ,ગાંધી ચોક, રિસાલા મહાદેવ, એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ અને સરદાર બાગ સર્કલથી ચૂંટણી કાર્યાલયે પહોંચશે. રેલીમાં જાેડાવવા કોંગ્રેસ કાર્યકરો, શુભેચ્છકો અને શહેરીજનોને અનુરોધ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.