રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ઑક્ટોબર, 2025| Super Admin

પાલનપુરના ચંડીસર હાઈવે નજીક યુવક ઉપર તલવાર વડે હુમલો કરાતા ચકચાર

પાલનપુરના ચંડીસર હાઈવે નજીક યુવક ઉપર તલવાર વડે હુમલો કરાતા ચકચાર
પૈસાની લેવડદેવડ મામલે હુમલો કરનાર ચાર સામે ફરિયાદ પાલનપુર -ડીસા હાઇવે પર આવેલ ચંડીસર નજીક બે દિવસ અગાઉ રાત્રીનાં સમયે નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવેલા ચાર શખ્સોએ તલવાર અને છરા જેવા ઘાતક હથિયારો વડે એક યુવક ઉપર હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા હુમલો કરનાર ચાર ઈસમો સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામના ઇસ્માનીપુરામાં રહેતા સુરેશજી હજુરજી ઠાકોર તેના મિત્રો સાથે મંગળવારની રાત્રે ચંડીસર નજીક હોટલ ઉપર જમવા ગયા હતા. જ્યા એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની સ્વિફ્ટ કારમાંથી નરેન્દ્રજી અમરતજી ઠાકોર (રહે. ખેડા તા. દાંતીવાડા), આશિષજી પ્રકાશજી ઠાકોર (રહે.ચંડીસર), હિમાલય ગોવિંદભાઈ ભાટિયા (રહે. કુંભલમેર) અને જયેશજી જયંતીજી ઠાકોર (રહે.ચંડીસર)  એકદમ નીચે ઉતરી અને સુરેશજીની પાસે ઘસી આવી પૈસાની લેતી દેતી મામલે ગાળો બોલી ડાબા પગના ઘૂંટણ તેમજ ડાબા હાથની કલાઈ પાસે પણ તલવાર મારી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે તેમણે સમય સૂચકતા વાપરીને ડીસા તરફના રોડ ઉપર દોડી જઈને ઝાડીમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જે મામલે ઇજાગ્રસ્ત સુરેશજીએ તેનાં પર હુમલો કરનાર ચાર ઈસમો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.    

સંબંધિત સમાચાર