રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 માર્ચ, 2025| Super Admin

મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું

મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તા. 06, 07 અને 08 માર્ચના રોજ ધ બોક્સ ક્રિકેટ ક્લબ, ડી માર્ટ સર્કલ, મહેસાણા ખાતે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 06 માર્ચના રોજ જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીનની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહેસાણા મારવિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરે ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, મહેસાણા મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર