રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 મે, 2025| Super Admin

પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને રેલી કાઢી

પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને રેલી કાઢી
પાલનપુરમાં મહિલાઓની બે કિલોમીટરની તિરંગા યાત્રા નીકળી ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું; પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરથી મહિલાઓએ હાથમાં તિરંગો લઈને બે કિલોમીટર લાંબી તિરંગા રેલી કાઢી હતી. મહિલાઓએ ભારતીય સેનાના શૌર્ય સહિત ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું. રાષ્ટ્રીય ગૌરવ અને સેનાના બલિદાન માટે મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રેલી દરમિયાન દેશભક્તિના નારા લગાવાયા હતા. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા પાલનપુરમાં મહિલાઓએ સાંજે 5 કલાકે વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી. અને હાથમાં તિરંગો લઈને તિરંગાયાત્રા કાઢી હતી. આ યાત્રા પાતાળેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ. કીર્તિસ્તંભ, અંબે માતાનું મંદિર, અમીર રોડ, સંજય ચોક, સીટીલાઈટ થઈ ગુરુનાનક ચોક થઈ ત્યાંથી તાલુકા પંચાયત માર્ગે ફરી મંદિર પરત આવી હતી. યાત્રા બે કિલોમીટર લાંબી રહી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાના નિર્ણયોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનો ઉદ્દેશ સેનાનું મનોબળ વધારવાનો હતો. યાત્રા શરૂ કરતા પહેલા મહિલાઓએ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું મહિલાઓએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા સહિત દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ કરનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘના શૌર્યને બિરદાવ્યું હતું. ઓપરેશન સિંદૂર પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ હતો. જેમાં 26 હિન્દુ પ્રવાસીઓની હત્યા થઈ હતી. 7 મેની મોડી રાત્રે ભારતીય સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. 9 આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો. જેમાં લગભગ 100 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

સંબંધિત સમાચાર