રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 મે, 2025| Super Admin

પાટણ પાલિકાના વિરોધમાં પાંચ સોસાયટીની મહિલાઓએ રેલી યોજી કલેકટર કચેરી પહોંચી

પાટણ પાલિકાના વિરોધમાં પાંચ સોસાયટીની મહિલાઓએ રેલી યોજી કલેકટર કચેરી પહોંચી
પાટણ નગરપાલિકા પાયાની સુવિધા પૂરી પાડવામાં ઊણી ઊતરી હોવાની કલેક્ટરને રજૂઆત; પાટણ શહેરના અંબાજી નગર વિસ્તારની પાંચ સોસાયટીની મહિલાઓએ સોમવારે પાટણ નગરપાલિકા વિરુદ્ધમાં રેલી યોજી પાટણ પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની રજૂઆત કલેકટર ને કરી પાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. પાટણ શહેરના અંબાજી નગર વિસ્તારમા આવેલ સોપાન વિલા,મુનિજી સોસાયટી,માહી સોસાયટી,એપોલો સોસાયટીની મહિલાઓએ પોતાના વિસ્તારના માર્ગો પર વારંવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા,છેલ્લા પાંચ વર્ષથી વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીની સમસ્યા સહિતના પ્રશ્નો મામલે સોમવારે વેલી યોજી કલેકટર કચેરી ખાતે પાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાની હૈયાવરાળ ઠાલવી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો ને અનેક વખત આ મામલે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ભરાતા ન હોય જે મામલે મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર આપી પાટણ નગરપાલિકા દ્વારા ઉપરોક્ત વિસ્તાર સહિત પાટણના શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડે તેવી માંગ કરી હતી.

સંબંધિત સમાચાર