રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા4 મે, 2026| Super Admin

ડીસામાં લગ્નનો રંગ ફિક્કો પડ્યો: પાલનપુરના કોન્ટ્રાક્ટર પર લોખંડની પાઈપથી જીવલેણ હુમલો

ડીસામાં લગ્નનો રંગ ફિક્કો પડ્યો: પાલનપુરના કોન્ટ્રાક્ટર પર લોખંડની પાઈપથી જીવલેણ હુમલો

ડીસાના વણઝારાવાસમાં લગ્ન પ્રસંગની ખુશી તે સમયે માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે ડીજેના તાલે નાચવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં પાલનપુરના એક કોન્ટ્રાક્ટર પર લોખંડની પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હાલ પાલનપુરની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. આ ફરિયાદની વિગતો અનુસાર પાલનપુર-ડીસા હાઈવે પર રહેતા અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર વિનુભાઈ છગનભાઈ વણઝારા ગત તા.૩૦/૦૪ /26 ના રોજ ડીસા ખાતે રહેતા સોમાજી હેમાજી વણઝારાના ઘરે લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા. 

રાત્રિના સમયે ડીજેના તાલે વિનુભાઈના પોતાન પરિવાર સાથે નાચી રહ્યા હતા, ત્યારે આ બાબતે ત્યાં આવેલા કેટલાક શખ્સો સાથે ઘર્ષણ થયું હતુ અને વિવાદ સર્જાયો હતો જોકે આ બનાવના પગલે ​વિનુભાઈ પોતાના સંતાનોને બચાવવા વચ્ચે પડતા, ત્યાં હાજર નરેશ વણઝારા, કરશનભાઈ વણઝારા અને રાહુલ કરશનભાઈ વણઝારાએ ઉશ્કેરાઈ જઈ વિનુભાઈ પર હુમલો કર્યો હતો. કરશન અને રાહુલે વિનુભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે નરેશ વણઝારાએ પાછળથી માથાના ભાગે લોખંડની પાઈપનો જીવલેણ ફટકો મારતા વિનુભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા.

હુમલાખોરોએ વિનુભાઈને જમીન પર પાડી દઈ આડેધડ લાતો મારી "આજે તો તેને જાનથી મારી જ નાખવો છે" તેમ કહી આતંક મચાવ્યો હતો. આ સમયે વિનુભાઈના પુત્ર રવિ અને સાળા ગોવિંદભાઈએ વચ્ચે પડી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. ત્યાંથી બહાર નીકળતી વખતે છગન વણઝારા નામના શખ્સે પણ લાકડી છુટ્ટી મારી પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી. જોકે આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિનુભાઈ સારવાર અર્થે ડીસા તેમજ બાદમાં પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. 

જોકે, ગત રાત્રે અચાનક ખેંચ આવતા તેમની તબિયત લથડી હતી, પરિણામે તેમને ફરીથી માવજત હોસ્પિટલના ICU (આઈ.સી.યુ) માં દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે ​ડીસા દક્ષિણ પોલીસે હોસ્પિટલ પહોંચી વિનુભાઈનું નિવેદન નોંધી હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટેગ્સ:#Deesa#Legal Complaint

સંબંધિત સમાચાર