રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જૂન, 2026| Super Admin

દાંતીવાડાના ગાંગુવાડા ગામમાં રાત્રે રીંછ ઘૂસી જતાં ગ્રામજનોમાં ભારે દહેશત

દાંતીવાડાના ગાંગુવાડા ગામમાં રાત્રે રીંછ ઘૂસી જતાં ગ્રામજનોમાં ભારે દહેશત

દાંતીવાડાના ગાંગુવાડા ગામમાં રાત્રીના સમયે એક રીંછ રહેણાંક વિસ્તારમાં ઘુસી જતાં ગામમાં દહેશતનો માહોલ ફેલાયો છે. રીંછ ઝાડ પર ચડી ગયું છે અને કલાકોથી ફોરેસ્ટ વિભાગ તેને રેસ્ક્યુ કરવા મથામણ કરી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં મોડી રાત્રે એક રીંછ રહેણાંક વિસ્તારમાં ઘુસી આવ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ મધની શોધમાં રીંછ ગામમાં આવી ચડ્યું અને ઝાડ પર ચડી ગયું.અચાનક રહેણાંક વિસ્તારમાં રીંછ દેખાતાં જ આખા ગામમાં દહેશત ફેલાઈ ગઈ. લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા ફોરેસ્ટ અધિકારી વિનલ પટેલ સહિત ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ રીંછ ઝાડ પર જ બેઠું હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રીંછને પકડવાની તમામ કવાયત ચાલી રહી છે. પરંતુ કલાકોની મહેનત બાદ પણ હજુ સુધી રીંછને સલામત રીતે નીચે ઉતારી શકાયું નથી. રેસ્ક્યુમાં વિલંબ થતાં ગામના લોકોમાં ભયનો માહોલ યથાવત છે. ફોરેસ્ટ વિભાગ રીંછને સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં છોડવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

ટેગ્સ:#dantiwada#Bear Attack

સંબંધિત સમાચાર