રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાશે

બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાશે
વિદ્યાલયોમાં સરસ્વતી પૂજન, મંદિરોમાં વિશેષ આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી વાતાવરણ વસંતમય બનશે વસંત ઋતુની આગમનની સાથે આંબાના વૃક્ષ ઉપર નવી કૃપળો ફુટી મોર આવ્યો બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ પરંપરાગત ભક્તિભાવ અને આનંદ સાથે ઉજવાશે. વસંતઋતુના આગમનનું પ્રતીક ગણાતું આ પર્વ જ્ઞાન, વિદ્યાનો અને કળાનો આરાધ્ય દિવસ માનવામાં આવે છે. જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં મંદિરો, શાળાઓ, કોલેજો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં શુભ કાર્યો માટે મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં મહા સુદ પાંચમ એટલે કે વસંત પંચમીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર ન રહેતી હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં માંગલિક કાર્યો યોજાય છે. આ વર્ષે પણ વસંત પંચમીના દિવસે શુભ અને માંગલિક કાર્યક્રમો યોજાશે ત્યારે જિલ્લામાં ઠેરઠેર લગ્નપ્રસંગો યોજાતા શરણાઈના સૂર અને ઢોલ-ઢબુકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. આ સાથે વસંત પંચમીના પાવન દિવસે તિથિ મહોત્સવ, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, યજ્ઞ, ભજન-કીર્તન તેમજ ભોજન પ્રસાદના કાર્યક્રમો પણ મોટી સંખ્યામાં યોજાયા હતા. જિલ્લાની વિવિધ શાળાઓમાં તથા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા સરસ્વતી દેવીના પૂજન સાથે વિશેષ કાર્યક્રમો યોજાશે ઉપરાંત ચેહર માતાજીના વસંત પંચમીના જન્મોત્સવની પણ ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે જેથી સમગ્ર જિલ્લો ધાર્મિક અને આનંદમય માહોલ જોવા મળશે વસંતપંચમી એ ઋતુ પરિવર્તનનો પણ સંદેશ આપતું પર્વ છે ત્યારે આંબાના વૃક્ષ ઉપર નવી કૃપળોમાં મોર આવતા વસંતના આગમનના વધામણા થતા હોય તેવા ઠેર ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વસંત પંચમી સાથે જોડાયેલી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતાં લોકો પરસ્પર શુભેચ્છાઓ આપશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વસંતપંચમીનું પર્વ આનંદ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપતું બની રહેશે.    

સંબંધિત સમાચાર