રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા29 મે, 2025| Super Admin

વડગામ - છાપીમાં ગઈકાલે અઢી કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળ ભરાવ

વડગામ - છાપીમાં ગઈકાલે અઢી કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળ ભરાવ
પવનના સુસવાટા, વીજળી ના કડાકા સાથે વરસાદ વરસ્યો; છાપી હાઇવે ઉપર વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન, મોડી રાત્રે વાહનો ની કતારો લાગી વડગામ ના છાપી સહિત સમગ્ર પંથક માં બુધવારની મોડી રાત્રે ભારે પવન ના સુસવાટા અને વીજળી ના કડાકા સાથે અઢી કલાક માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા. વરસાદ ના કારણે છાપી હાઇવે ઉપર જળ ભરાવ થતા વાહનો ની કતારો લાગી હતી. છેલ્લા એક સપ્તાહ થી ભારે બફારા ના કારણે ગરમી નો પારો ઉચકાતા લોકો ગરમી માં  ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે બુધવાર રાત્રે આંધી તેમજ વીજળી ના કડાકા સાથે અઢી કલાક માં દોઢ ઇંચ જેટલો  વરસાદ ખાબકતા છાપી હાઇવે સહિત પંથકમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જોકે અસહ્ય ગરમી માં વરસાદ વરસતા લોકો એ રાહત નો દમ લીધો હતો. છાપી હાઇવે ઉપર ચાલી રહેલ ઓવરબ્રિજ ના કામ ના કારણે રજોસણા ના પાટિયા પાસે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાતા વાહનો ની લાઈનો લાગી હતી. ઓવરબ્રિજના કામ ના કારણે અનેક દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થવા સાથે રોજગાર ઉપર પણ અસર જોવા મળી હતી. ત્રણ કલાક વીજ પુરવઠો ખોરવાયો બુધવાર મોડી રાત્રે આંધી સાથે વરસાદ વરસતા વીજ ફોલ્ટ થતા ત્રણ કલાક સુધી વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમી માં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.જોકે વરસતા વરસાદમાં પણ વીજ કર્મીઓ એ વીજ ફોલ્ટ દૂર કરી વીજ પૂરવઠો રાબેતા મુજબ કરતા લોકો એ હાશકારો લીધો હતો.

સંબંધિત સમાચાર