રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં અર્બન હાટ આકાર પામશે ; વોકલ ફોર લોકલનું વિઝન સાર્થક થશે

ડીસામાં અર્બન હાટ આકાર પામશે ; વોકલ ફોર લોકલનું વિઝન સાર્થક થશે
રૂપિયા 21 કરોડ રાજ્ય સરકારે મંજુર કર્યા બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા અંદાજિત 3 લાખની જનસંખ્યા ધરાવતું શહેર છે.શહેરમાં દક્ષિણ રાજસ્થાનના લોકો મોટા પ્રમાણમાં ખરીદી માટે આવતા હોય છે. ત્યારે રાજસ્થાન અને ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વધેલી ખરીદીની માંગને પહોંચી વળવા માટે ડીસા ખાતે એક અર્બન હાટની આવશ્યકતા હોઈ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ તેમજ વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ રાજ્ય સરકાર પાસે અર્બન હાટની માગણી કરી હતી.ભારત સરકાર અને ગુજરાત સરકારની વોકલ ફોર લોકલ, આત્મનિર્ભરતા તથા વિકસિત ગુજરાત 2047 ની પરિકલ્પનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21 કરોડના ખર્ચે અત્યાધુનિક અર્બન હાટની મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલ પર ભાર મૂક્યો છે ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વિઝનને સાકાર કરવા નોંધપાત્ર પગલાં ભરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામોધોગ દ્વારા રૂપિયા 21 કરોડના ખર્ચે આધુનિક અર્બન હાટની મંજૂરી આપવામાં આવી છે. આ હાટમાં કારીગરોને કાયમી ધોરણે માર્કેટિંગનું પ્લેટફોર્મ મળી રહે તે માટે મુખ્યત્વે પાકા સ્ટોલ ફ્રૂડ સ્ટોલ, મલ્ટીપર્પઝ હોલ, ડોરમેટરી પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.ગુજરાતની પ્રસિદ્ધ મુખ્ય હસ્તકલાઓ પૈકીમાં પેચવર્ક, પટોળા વણાટ, ટાંગલીયા વણાટ, માતાજીની પછેડી, સાલ, મોતીકામ ભરતકામ ટેરાકોટાના કારીગરો તથા રાજ્યના અન્ય કારીગરોને ડીસા ખાતે કાયમી ધોરણે માર્કેટિંગનું એક પ્લેટફોર્મ આ અર્બન હાટમાં મળી રહેશે. રાજ્ય કક્ષાના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલના વિઝન પર ભાર મૂક્યો છે. ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ વિઝનને સાર્થક કરવા માટે ડીસામાં રૂપિયા 21 કરોડના ખર્ચે અર્બન હાટ બનાવવાની મંજૂરી આપી છે. જે બદલ હું રાજ્ય સરકારનો આભારી છું.આ હાટ થકી અનેક કારીગરોને રોજગારી સાથે વોકલ ફોર લોકલનું વિઝન પણ સાર્થક થશે..  

સંબંધિત સમાચાર