રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 મે, 2025| Super Admin

ગરમીના માહોલ વચ્ચે કમોસમી વરસાદની આગાહી આજ થી 27 મે સુધી વરસાદની શક્યતા

ગરમીના માહોલ વચ્ચે કમોસમી વરસાદની આગાહી આજ થી 27 મે સુધી વરસાદની શક્યતા
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાતા કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ચોમાસાના આગમન પૂર્વે ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે મે મહિનાની શરૂઆત માં  વાતાવરણ માં આવેલા પલટા વચ્ચે કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના  કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો ઉચકાયો છે, જેમાં ફરી એકવાર તાપમાન નો પારો ૪૦ ડિગ્રી ઉપર પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે જેના કારણે અનેક વિસ્તારોમાં છુટોછવાયા વરસાદી ઝાપટાઓ ઓ પડવાની પણ શક્યતાઓ દર્શાવી છે. તેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળવાના સમાચાર રહેલા છે. આ ઉપરાંત અરબી સમુદ્ર માં સિસ્ટમ સક્રિય થતા આગામી સમયમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રાજ્ય પર એક સાથે બે સિસ્ટમની અસર ને લઇ અનેક ભાગો વરસાદની શરૂઆત; ગુજરાત રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ ની અસર જોવા મળી રહી છે. જેમાં અરબી સમુદ્ર માં અને રાજસ્થાન ના ભાગ સિસ્ટમો સક્રિય થતા આગામી સમય માં ગુજરાત ના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે જેની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ની શરૂઆત થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમય માં તેની અસર વર્તાઈ શકે છે. કમોસમી વરસાદની આગાહીના પગલે અનાજના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા સૂચન; હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ આગાહી મુજબ તા. ૨૨/૦૫/૨૦૨૫ થી તા. ૨૭/૦૫/૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બનાસકાંઠા જિલ્લામાં માવઠાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજને વરસાદથી બચાવવા માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. ડીસામાં બુધવાર ના રોજ નોંધાયેલ  હવામાન મહત્તમ તાપમાન ૪૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાન ૨૯.૦ ડીગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા પવનની ગતિ પ્રતિ કલાક ૯ કીમી

સંબંધિત સમાચાર